Ezekiel 40:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બારીઓ, પરસાળ, ખંડ તથા તેના ખજૂરીવૃક્ષની કોતરણી, પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની પરસાળ તેમની આગળ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોટો ખંડ, બારીઓ અને તે પર કોતરેલાં ખજૂરીઓનાં વૃક્ષો પણ પૂર્વમુખી બાહ્ય દરવાજા જેવાં જ હતાં. દરવાજા પર ચડવા માટે સાત પગથિયાં હતાં, અને તેને છેડે મોટો ખંડ ચોકની સામે આવેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની બારીઓ, તેની પરસાળ તથા તેના [પર પડેલાં] ખજૂરીઓનાં ઝાડ, એ પૂર્વ તરફના મોંવાળા દરવાજાના માપ પ્રમાણે હતાં. સાત પગથિયા ચઢીને ત્યાં જવાતું હતું; તેની પરસાળ તેમની આગળ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ દરવાજામાં ત્રણ બારીઓ, ઓસરી અને ખજૂરીવૃક્ષની કોતરણીના પૂર્વના દરવાજાની જેમ હતાં. સાત પગથિયાં ચઢીને આ દરવાજામાં પહોંચાતું હતું.