Ezekiel 40:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લાવ્યો, તેની દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજાઓના માપ જેટલું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી તે માણસ મને દક્ષિણ તરફ લઇ ગયો અને ત્યાં અમે બીજો એક દરવાજો જોયો. તેણે તેનું માપ લીધું તો તે બીજા બાહ્ય દરવાજાઓ જેટલું જ થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તે મને દક્ષિણ તરફ લઈ ગયો, તેની દક્ષિણે એક દરવાજો હતો; તેણે તેના ખાંભો તથા તેની પરસાળો માપ્યાં, તેમનું માપ ઉપર પ્રમાણે થયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લઇ ગયો, તેણે તેના માપ લીધાં અને તે પણ ઉપર પ્રમાણે પૂર્વના અને ઉત્તરના દરવાજાઓના માપ જેટલા જ હતાં.