Ezekiel 40:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની આગળ પરસાળ હતી. દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દક્ષિણને દરવાજે ચડવા માટે પણ સાત પગથિયાં હતાં, અને તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે જ હતો. એના પ્રવેશમાર્ગમાં અંદર પડતી ભીંતો ઉપર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાં જવાને માટે સાત પગથિયાં ચઢવાનાં હતાં, તેની આગળ પરસાળ હતી. અને ખાંભ પર ખજૂરીઓ [કોતરેલી] હતી, એક આ બાજૂએ ને બીજી પેલી બાજૂએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાત પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું, અને એનો મોટો ખંડ પણ ચોકની સામે જ આવેલો હતો. ઓસરીમાં પડતી ભીંતો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.