Ezekiel 40:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ દરવાજાની ખંડો, દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજા પ્રમાણે હતું; પરસાળની આસપાસ બારીઓ હતી. અંદરનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એની દરવાનો માટેની ઓરડીઓ, મોટો ખંડ અને અંદરની ભીંતો અન્ય દરવાજાઓ જેવાં જ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળ, તેમનું માપ ઉપર પ્રમાણે હતું. તેમાં તથા તેની પરસાળમાં ચારે તરફ જાળીઓ હતી. તે પચાસ હાથ લાંબો ને પચીસ હાથ પહોળો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ દરવાજાની રક્ષક ઓરડીઓને તથા દરવાજાની પરસાળમાં પણ બારીઓ હતી. બીજા દરવાજાની જેમ આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી.