Ezekiel 40:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની પરસાળનું મુખ બહારના આંગણાં તરફ હતું તેના પર પણ ખજૂરીવૃક્ષ કોતરેલાં હતાં. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે આવેલો હતો. એના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. એ દરવાજા પર ચડવા માટે આઠ પગથિયાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની પરસાળ બહારના ચોક તરફ હતી. તેના ખાંભો પર ખજૂરીઓ [કોતરેલી] હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માત્ર એક તફાવત હતો કે તેના પ્રવેશદ્વાર સુધી પહોંચવા સાતને બદલે આઠ પગથિયાં હતાં, તેના થાંભલાં પર પણ બીજા થાંભલાની જેમ જ ખજૂરીવૃક્ષની કોતરણી હતી.