Ezekiel 40:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની ખંડો, દીવાલો અને પરસાળનું માપ બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં, તેની આસપાસ બારીઓ હતી. અંદર દરવાજાની અને પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની દરવાનો માટેની ઓરડીઓ, તેનો મોટો ખંડ અને તેની અંદરની દીવાલો અન્ય દરવાજાનાં જેવાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. આ દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર હતી અને પહોળાઇ સાડાબાર મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળનું માપ ઉપર પ્રમાણે હતું. તેમાં તથા તેની પરસાળમાં ચોતરફ જાળીઓ હતી. તે પચાસ હાથ લાંબો, ને પચીસ હાથ પહોળો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની રક્ષક ઓરડીઓ, મોટો ખંડ અને એની ભીંતો તથા બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજાની કુલ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી.