Ezekiel 40:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અંદરના દરવાજાની પાસે, અંદરના આંગણામાં ગાયકોને સારુ ઓરડીઓ હતી. એક ઓરડી ઉત્તર બાજુ અને બીજી ઓરડી દક્ષિણ બાજુ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે મને અંદરના ચોકમાં લઈ ગયો. ત્યાં અંદરના ચોકમાં ગાયકો માટે બે ખંડો હતા. એક ઉત્તરના દરવાજા પાસે હતો, અને તેનું મોં દક્ષિણ તરફ હતું. બીજો ખંડ દક્ષિણના દરવાજા પાસે હતો, અને તેનું મોં ઉત્તર તરફ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અંદરના દરવાજાની બહાર અંદરના ચોકમાં ગવૈયાઓને માટે ઓરડીઓ હતી, એ [ચોક] ઉત્તરના દરવાજાની બાજુએ હતો. તેમનાં મોં દક્ષિણ તરફ હતાં. પૂર્વના દરવાજાની બાજુએ જે [ઓરડી] હતી તેનું મોં ઉત્તર તરફ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી પેલો માણસ મને અંદરના ચોકમાં લઇ ગયો. ત્યાં ઉત્તરના દરવાજાને અડીને એક ખાસ ઓરડો હતો. જેનું મોઢું દક્ષિણ તરફ હતું. એવો જ એક ઓરડો દક્ષિણના દરવાજે અડીને હતો. અને તેનું મોઢું ઉત્તર તરફ હતું.