Ezekiel 40:46 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે, જેઓ યહોવાહની સેવા કરવા પાસે જઈ શકે છે, તેઓ લેવીના વંશજો છે,"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ઉત્તર દિશા તરફના મુખવાળો ખંડ વેદીની જવાબદારી સંભાળતા યજ્ઞકારો માટે છે. તેઓ સાદોકવંશી યજ્ઞકારો છે. લેવીના વંશજોમાંથી પ્રભુની સેવા કરવા માટે માત્ર તેઓ જ પ્રભુની હજૂરમાં આવી શકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉત્તર તરફના મોંવાળી ઓરડી તે વેદીનું કામ કરનાર યાજકોને માટે છે. એ સાદોકના વંશજો છે, તેઓ લેવી-પુત્રોમાંથી યહોવાની સેવા કરવાને તેમની હજૂરમાં આવે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને દક્ષિણના દરવાજાની ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે. લેવીઓમાંથી માત્ર તેઓ જ યહોવાની સેવા કરવા પાસે જઇ શકે છે.”