Ezekiel 40:48 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે માણસ મને સભાસ્થાનની ઓસરીમાં લાવ્યો અને તેની બારસાખો માપી તો તે પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી હતી. દરેક બાજુની દીવાલ ત્રણ હાથ પહોળી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે મને મંદિરના પ્રવેશદ્વારના પ્રવેશમાર્ગમાં લઈ ગયો. તેણે તે પ્રવેશમાર્ગનું માપ લીધું તો તે અઢી મીટર લાંબો અને સાત મીટર પહોળો હતો. પ્રવેશદ્વારની બંને તરફની દીવાલો દોઢ મીટર જાડી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી તે મને મંદિરની પરસાળમાં લાવ્યો, ને તેણે પરસાળનો દરેક ખાંભ માપ્યો, એટલે આ બાજુનો પાંચ હાથ ને પેલી બાજુનો પાંચ હાથ થયો; અને દરવાજાની પહોળાઈ આ બાજુએ ત્રણ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી તે મને મંદિરના પ્રવેશદ્વારની પરસાળમાં લઇ ગયો. તેણે એ પરસાળ માપી તો તે 5 હાથ લાંબી અને 5 હાથ પહોળી હતી. દરેક બાજુના દરવાજા 3 હાથ પહોળા હતાં.