Ezekiel 40:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રક્ષકોની ખંડ એક માપ દંડ જેટલી લાંબી અને એક માપ દંડ જેટલી પહોળી હતી. રક્ષક ખંડોની વચ્ચે પાંચ હાથનું અંતર હતું, સભાસ્થાન તરફ જતી અંદરની પરસાળ એક માપ દંડ લાંબી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરવાજાના પ્રવેશમાર્ગની બંને બાજુએ દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. દરેક ઓરડી ત્રણ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી હતી. ઓરડીઓ વચ્ચેની દીવાલો અઢી મીટર જાડી હતી. એ ઓરડીઓથી આગળ મંદિર સામે આવેલા મોટા ખંડ તરફના દરવાજાની બારસાખની દીવાલની જાડાઈ ત્રણ મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દરેક દેવડી એક માપદંડ લાંબી તથા એક મપદંડ પહોળી હતી. દેવડીઓ વચ્ચે પાંચ હાથ [નું અંતર] હતું. મંદિર તરફના દરવાજાની [મોટી] પરસાળ પાસેની બીજી પરસાળ એક માપદંડ જેટલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રક્ષકોની ઓરડી એક દંડ લાંબી અને એક દંડ પહોળી હતી. રક્ષક ઓરડીઓની વચ્ચે પાંચ હાથનું અંતર હતું અને મંદિર તરફ જતી અંદરની પરસાળ એક દંડ લાંબી હતી.