Ezekiel 41:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અંદરની દીવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના ત્રણ માળ તે ચારેબાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરમપવિત્ર સ્થાન, ચોકના ખંડો, બંધ કરવાના દરવાજાની બારસાખો અને બારીઓ, તથા બારસાખોની સામે ત્રણે બાજુની ઓસરીઓ એ બધાં ભોંયતળિયાથી બારીઓ સુધી લાકડાથી મઢેલાં હતાં; બારીઓ તો બારીક જાળીવાળી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉબરાઓ, જાળીઓ તથા પરસાળની સામેના ઝરૂખાના ત્રણ માળ એ [સર્વને] ચારે તરફ ભોંયતળિયાથી તે બારીઓ સુધી પાટિયાં જડેલાં હતાં. બારીઓ તો ઢાંકેલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિરનો પ્રવેશખંડ, મંડપ અને ગર્ભગૃહને બધે જ ભોંયતળિયાથી તે બારીઓ સુધી લાકડાની તકતીઓ જડેલી હતી. એ બારીઓ ઢાંકી દઇ શકાય એમ હતું.