Ezekiel 41:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પવિત્રસ્થાનના પ્રવેશદ્વાર પર અને તેની ચારેબાજુની દીવાલ પર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરની બહારથી છેક અંદર સુધી ચારેબાજુની અંદરની તથા બહારની દીવાલો પર બારણાની ઉપર સુધી એ બારણા ઉપર માપ પ્રમાણે પાંખાળાં પ્રાણી કરુબો અને ખજૂરીઓ કોતરેલાં હતાં. બબ્બે કરુબોની વચમાં ખજૂરી કોતરેલી હતી. પ્રત્યેક કરુબને બે મુખ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બારણાની ઉપર સુધી, છેક અંદરના મંદિર સુધી, ને બહાર પણ, ને ચારે તરફ આખી ભીંતે અંદર તથા બહાર, માપ પ્રમાણે [પાટિયાં જડેલાં હતાં].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંડપની ભીતો ઉપર બારણાના મથાળા સુધી ખજૂરીના વૃક્ષો અને કરૂબો કોતરેલા હતાં: