Ezekiel 41:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, "આ યહોવાહની હજૂરની મેજ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે દોઢ મીટર ઊંચું અને એક મીટર લાંબું અને એક મીટર પહોળું હતું. એના ખૂણા, એનું તળિયું તથા તેની બાજુઓ એ બધું લાકડાનું હતું. તેણે મને કહ્યું, “આ તો પ્રભુની હજૂરમાં રખાયેલી મેજ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વેદી લાકડાની હતી, તે ત્રણ હાથ ઊંચી હતી ને તેની લંબાઈ બે હાથ હતી અને તેના ખૂણા, તેનું તળિયું તથા તેની દિવાલો લાકડાનાં હતાં. તેણે મને કહ્યું, “આ તો યહોવાની હજૂરની મેજ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે 3 હાથ ઊંચી અને 2 હાથ પહોળી હતી, તેના ખૂણા, પાયા, તથા બાજુઓ લાકડાના બનેલા હતા. તેણે મને કહ્યું કે, “આ યહોવાની સંમુખ રહેનારી મેજ છે.”