Ezekiel 41:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઓસરીની બન્ને બાજુએ બારીઓ હતી અને બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. સભાસ્થાનની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બંધ બારીઓ પર અને પ્રવેશમાર્ગની પાસેના ખંડની બંને બાજુની બહારની દીવાલો પર, મંદિરની ઓરડીઓ અને છત્રો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરસાળની બાજુઓ પર, આ બાજુએ ને પેલી બાજુએ બંધ બારીઓ તથા ખજૂરીઓ હતી. એ જ પ્રમાણે મંદિરની બાજુની ઓરડીઓ તથા જાડા મોભ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ ઓસરીની બંને બાજુએ ભીંતોમાં બારીઓ હતી અને બંને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. મંદિરની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતાં.