Ezekiel 41:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે તેના ઓરડાની લંબાઈ માપી તો તે વીસ હાથ હતી. અને તેની પહોળાઈ પણ વીસ હાથ હતી. પછી તેણે મને કહ્યું, "આ પવિત્રાતિપવિત્ર સ્થાન છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તે અંતર્ગૃહનું માપ લીધું તો તેની લંબાઈ દસ મીટર અને તેની પહોળાઈ પણ દસ મીટર હતી. તેણે મને કહ્યું, “આ તો પરમપવિત્ર સ્થાન છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે મંદિરની આગળની લંબાઈ તથા પહોળાઈ માપી, તે વીસ વીસ હાથ હતી. તેણે મને કહ્યું, “આ તો પરમપવિત્રસ્થાન છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે પરમપવિત્ર સ્થાનનો ઓરડો માપ્યો તો તે 2 હાથ પહોળો અને 20 હાથ લાંબો હતો. પછી તેણે મને કહ્યું, “આ પરમ પવિત્ર સ્થાન છે.”