Ezekiel 41:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓરડીની ચારેબાજુની દીવાલ જેમ જેમ ઊંચી થતી તેમ તેમ વધારે પહોળી થતી હતી. સભાસ્થાન જેમ જેમ ઊંચું થતું તેમ તેમ પહોળું થતું હતું. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઈ શકાતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એને લીધે પ્રત્યેક ઉપલા માળની ઓરડીઓનો વિસ્તાર વધતો જતો હતો. મંદિરની આસપાસની દીવાલ એ રીતે ઓછી જાડાઈની થતી જતી હોવાથી જેમ કોઈ ઉપલા માળે જાય તેમ ઓરડીઓ વિસ્તૃત થતી જતી હતી. છેક ભોંયતળિયેથી વચલા માળે અને પછી ઉપલા માળે જવા બે પહોળી સીડીઓ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓરડીઓ જે મંદિરને ફરતી હતી તે જેમ જેમ વધારે ઊંચી જતી તેમ તેમ વધારે પહોળી થતી હતી; કેમ કે તેઓ મંદિર તરફ વધારે ને વધારે અંદર ઘૂસતી હતી. એ માટે મંદિર જેમ જેમ ઊંચું જતું હતું તેમ તેમ વધારે પહોળું થતું હતું; અને ભોયતળિયાથી છેક ઉપલા [માળ] માં વચલા [માળ] માં થઈને જવાતું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઓરડીઓને લીધે મંદિરની બહારની બાજુએથી ભીંતો તળિયાથી તે મથાળા સુધી સરખી જાડાઇની લાગતી હતી. મંદિરની ફરતે બાંધેલી ઓરડીઓની બહારની બાજુએ દાદરો હતો. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઇ શકાતું હતું.