Ezekiel 42:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકોએ તેમાં પ્રવેશ કર્યા પછી તેઓએ પવિત્રસ્થાનમાંથી બહારના આંગણાંમાં જવું નહિ, સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખવાં, કેમ કે તેઓ પવિત્ર છે. જેથી તેઓએ લોકોની પાસે જતા પહેલાં બીજાં વસ્ત્રો પહેરવા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરમાં દાખલ થયા પછી યજ્ઞકારો સીધા બહારના ચોકમાં જશે નહિ, અને જો તેમણે જવું હોય તો સેવાકાર્ય કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તે ખંડોમાં મૂકી દેવાં, કારણ, તે વસ્ત્રો પવિત્ર છે. તેમણે સામાન્ય જનસમૂહ માટે નિયુક્ત થયેલા સ્થાનમાં બીજાં વસ્ત્રો પહેરીને જ જવું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અંદર ગયા પછી યાજકોએ એ પવિત્રસ્થાનમાંથી બહારના ચોકમાં ન નીકળવું, પણ સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખી મૂકવાં; કેમ કે તેઓ પવિત્ર છે; અને બીજાં વસ્ત્ર પહેરીને તેઓએ લોકોના [ચોક] માં આવવું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”