Ezekiel 42:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અંદરનાં આંગણા પવિત્રસ્થાનથી વીસ હાથ દૂર હતાં. બહારનાં આંગણાંની સામે ઓસરીમાં ત્રણ માળ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અંદરના ચોકમાં મંદિરને ફરતે આવેલી ખુલ્લી જગ્યાની દસ મીટરવાળી બાજુને અડીને બહારના ચોકની ફરસબંદીની સામે આવેલા ત્રણ માળમાં ઓરડીઓને એક ઉપર બીજો એમ ઝરુખા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અંદરના ચોકના વીસ હાથની સામે તથા બહારના ચોકની ઓરસબંધીની સામે સામસામા ઝરૂખામાં ત્રણ માળ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઇમારતની એક બાજુ, મંદિરની ફરતે 20 હાથની ખુલ્લી જગ્યા તરફ પડતી હતી અને બીજી બાજુ બહારના પ્રાંગણની ફરસબંધી તરફ પડતી હતી, એને ત્રણ માળ હતાં અને દરેક માળ નીચેના માળ કરતાં થોડો અંદર લીધેલો હતો.