Ezekiel 43:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: (એક હાથ અને ચાર આંગળાનો સમજવો;) વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેદીનું માપ, એક હાથ વત્તા એક મૂઠ બરાબર એક હાથ મુજબ ગણતા આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારે તરફ અડધો મીટર ઊંડી અને અડધો મીટર પહોળી નીક હતી. એની બહારની બાજુએ પા મીટર ઊંચી કોર પાસેની કિનારી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી વેદીનું માપ હાથને ધોરણે નીચે પ્રમાણે છે: (એ હાથ એક હાથને ચાર આંગળનો સમજવો:) તળિયું એક હાથ, તથા તેની પહોળાઈ એક હાથ, ને તેની કોર પાસેની તેની કિનારી ચારે તરફ એક વેંતની હોય; અને એ વેદીનું તળિયું થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પહેલાં વપરાયેલા માપને ધોરણે તો વેદીનું માપ આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી ખાળ હતી. એની બહારની બાજુએ એક વેંત પહોળી કોર હતી.