Ezekiel 43:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જમીનના નીચેના ભાગથી તે પાયા સુધીનું માપ બે હાથ હતું. તે પછી વેદીના નાના પાયાનું તથા મોટા પાયાનું માપ ચાર હાથ હતું, મોટો પાયો એક હાથ પહોળો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેદીનો સૌથી નીચેનો ભાગ, જમીનના તળિયાથી નીચેના પાયા સુધી એક મીટર ઊંચો હતો. એ પછીનો ભાગ, નાના પાયાથી તે મોટા પાયા સુધી ચારે તરફ પચાસ સેન્ટીમીટર અંદર લીધેલો હતો અને તે બે મીટર ઊંચો હતો. તેના પછીનો ભાગ ચારે તરફ પચાસ સેન્ટીમીટર અંદર લીધેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જમીનના તળિયાથી તે નીચેના પાયા સુધીનું અંતર બે હાથ, ને પહોળાઇ એક હાથ હોય. નાના પાયાથી તે મોટા પાયા સુધીનું અંતર ચાર હાથ ને પહોળાઈ એક હાથ હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વેદીનો સૌથી નીચેનો ભાગ 2 હાથ ઊંચો હતો. એ પછીનો ભાગ એના કરતાં 1 હાથ અંદર લીધેલો હતો અને તે 4 હાથ ઊંચો હતો એ પછીનો ભાગ પણ 2 હાથ અંદર લીધેલો હતો.