Ezekiel 43:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની કિનારી ચારે બાજુ ચૌદ હાથ લાંબી તથા ચૌદ હાથ પહોળી હતી, તેની કિનારી અડધો હાથ પહોળી. તેની નીક ચારેબાજુ એક હાથ પહોળી હતી, તેનાં પગથિયાં પૂર્વ બાજુએ હતાં."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વચ્ચેનો ભાગ પણ સમચોરસ હતો એટલે કે તે દરેક બાજુએ સાત મીટરનો હતો. એની આજુબાજુની ફરતી કિનારી પચીસ સેન્ટીમીટર ઊંચી હતી. નીક પચાસ સેન્ટીમીટર પહોળી હતી. વેદી પર જવાના પગથિયાં પૂર્વ દિશામાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાયાનો પથારો‍ ચૌદ હાથ લાંબો બે ચૌદ હાથ પહોળો ચારે બાજુએ હોય. અને તેની આસપાસની કિનારી અડધો હાથ હોય, તેનું તળિયું ચોતરફ એક હાથ હોય; અને તેના પગથિયાં પૂર્વ દિશાએ હોય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વચલો ભાગ પણ સમચોરસ હતો. તેની દરેક બાજુ 14 હાથની હતી. તેને દોઢ હાથ પહોળી, ફરતી ધાર હતી તેની ખાળ ચોતરફ એક હાથ પહોળી હતી. વેદીના પગથિયાં પૂર્વ બાજુએ આવેલાં હતાં.”