Ezekiel 43:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારે તેમાંથી કેટલુંક રક્ત લઈને વેદીનાં ચાર શિંગડાને તથા વેદીના ચાર ખૂણાને તથા તેની કિનારીને લગાડવું. આ રીતે તારે તેને શુદ્ધ કરીને તેના માટે પ્રાયશ્ચિત કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારે તેના રક્તમાંથી થોડુંક લઈને વેદીના મથાળાનાં ચારે શિંગો પર અને વેદીના મધ્યભાગના ચારે ખૂણા પર અને ચારે તરફની ફરતી કિનારી પર લગાડવું. આ રીતે તારે વેદીને પવિત્ર કરીને તેને માટે પ્રાયશ્ર્વિત કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારે તેના રક્તમાંથી કેટલુંક લઈને તેના ચાર શિંગ પર તથા પાયાના ચારે ખૂણાઓ પર, તથા ફરતી કિનારી પર લગાડવું. એવી રીતે તારે તેને પાવન કરીને તેને માટે પ્રાયશ્ચિત કરવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારે એનું થોડું લોહી લઇને વેદીના મથાળાના ચારે શિંગડાને અને વેદીના વચલા ભાગના ચારે ખૂણાને અને ફરતી કોરને લગાડવું. આ રીતે તારે વેદીની શુદ્ધિ કરવી અને તેને બલિદાન મેળવવા તૈયાર કરવી.