Ezekiel 43:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાત દિવસ સુધી રોજ તમારે ખોડખાંપણ વગરનો જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો, યાજકોએ ટોળામાંથી ખોડખાંપણ વગરનો વાછરડો તથા ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાત દિવસ સુધી પ્રતિદિન પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે એક બકરો, એક વાછરડો અને એક ઘેટો ચડાવવા. તેઓ સર્વ ખોડખાંપણ વગરના હોવા જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાત દિવસ સુધી દરરોજ પાપાર્થાર્પણને માટે એક બકરો તારે તૈયાર કરવો; વળી ખોડખાંપણ વગરનો એક જુવાન ગોધો તથા ટોળામાંનો એક મેંઢો તૈયાર કરવામાં આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાત દિવસ સુધી દરરોજ તમારે ખોડખાંપણ વિનાનો એક જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે બલિદાન કરવો વળી ખોડખાંપણ વિનાનું એક વાછરડું અને એક ઘેટો અર્પણ કરવા.