Ezekiel 43:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી, આઠમા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહનીયાર્પણો શાંત્યાપર્ણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે એ સાત દિવસો પૂરા થાય ત્યારે એટલે કે, આઠમા દિવસથી યજ્ઞકારો વેદી પર લોકોનાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાનું શરૂ કરે, એટલે, હું તમારો અંગીકાર કરીશ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ એ દિવસો પૂરા કરી રહે, ત્યારે આઠમે દિવસે ને ત્યારથી માંડીને આગળ જતાં યાજકો વેદી પર તમારાં દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવે. એટલે હું તમારો અંગીકાર કરીશ, એવું યહોવાનું વચન છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાત દિવસ પછી આઠમા દિવસથી દરરોજ યાજકો વેદી પર લોકોના દહનાર્પણો અને આભારસ્તુતિનાં અર્પણો બલિદાન કરે અને હું તેમનો સ્વીકાર કરીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.