Ezekiel 43:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો, મેં કબાર નદીને કિનારે જે સંદર્શન જોયું હતું, તેના જેવાં તે સંદર્શનો હતાં ત્યારે હું ઊંધો પડ્યો!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરુશાલેમનો વિનાશ કરવા ઈશ્વર આવ્યા હતા ત્યારે જે દર્શન મને થયું હતું તેવું એ દર્શન હતું. તેવું જ દર્શન મેં કબાર નદીને કાંઠે પણ નિહાળ્યું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો હતો ત્યારે જે સંદર્શન મને થયું હતું, તેના તેજ જેવું તે હતું. કબાર નદીને તીરે જે સંદર્શન મને થયું હતું તેના જેવા તે સંદર્શનો હતાં; અને હું ઊંધો પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે સંદર્શન પ્રથમ મને કબાર નદીને કિનારે થયું હતું અને ફરીથી તે યરૂશાલેમ નગરનો નાશ કરવાને આવ્યા ત્યારે થયું હતું તેના જેવું જ આ સંદર્શન પણ હતું. હું ભૂમિ પર તેમની આગળ ઊંધો પડ્યો.