Ezekiel 43:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દીવાલ હતી. તેઓએ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, તેથી હું તેઓને મારા ક્રોધમાં નાશ કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ રાજાઓએ મારા ઉંબર સામે તેમના ઉંબર અને મારી બારસાખ સામે તેમના મહેલની બારસાખ ઊભાં કર્યાં હતાં. જેથી મારી અને તેમની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. તેમણે પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો વડે મારા પવિત્ર નામને કલંક લગાડયું હતું અને તેથી મારા રોષમાં મેં તેમનો સંહાર કર્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે ને પોતાની બારસાખો મારી બાસાખ પાસે બેસાડી હતી, ને મારી તથા તેમની વચમાં ફક્ત એક ભીંત જ આવેલી હતી. તેઓએ ધિક્કારપાત્ર કૃત્યો કરીને તેઓ વડે મારા પવિત્ર નામને કલંક લગાડ્યું છે; એ માટે મેં મારા કોપમાં તેઓનો સંહાર કર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ મારા મંદિરની ભીંતની નજીક જ મૂર્તિના મંદિરો બાંધ્યા અને મૂર્તિઓની પૂજા કરી. તેઓએ આ પ્રકારની દુષ્ટતાથી મારા પવિત્ર નામને કલંકિત કર્યું. તેથી મેં તેઓને મારા ક્રોધમાં ભસ્મ કરી નાખ્યાં.