Ezekiel 43:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા તેઓના રાજાઓના મૃતદેહોને મારી આગળથી દૂર કરે તો હું તેઓની મધ્યે સદાકાળ વસીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે ઇઝરાયલીઓએ બીજા દેવોની પૂજા કરવાનું તજી દેવું જોઈએ; અને તેમના રાજાઓના મૃતદેહો પરનાં સ્મારક મારી આગળથી દૂર કરવાં જોઈએ. જો તેઓ તેમ કરશે તો હું સદા તેઓ મધ્યે વસીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા પોતાના રાજાઓનાં મુડદાં મારી આગળથી દૂર કરે, એટલે હું સદા તેઓમાં વસીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે એ લોકોએ બીજા દેવોની પૂજા કરવાનું છોડી દેવું જોઇએ અને તેમના રાજાઓનાં મૃતદેહોને મારાથી દૂર હટાવી દેવા જોઇએ. જો તેઓ એ પ્રમાણે કરશે તો હું તેમની વચ્ચે સદાકાળ વસીશ.