Ezekiel 44:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ તેઓ મારા પવિત્રસ્થાનમાં સેવકો થાય, સભાસ્થાનના દરવાજાની આગળ ચોકી કરે અને ઘરમાં સેવા કરે. તેઓ લોકોને માટે દહનીયાર્પણ તથા બલિદાન ચઢાવે; તેઓ તેમની સેવા કરવા તેમની આગળ ઊભા રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ મારા મંદિરના દ્વારપાલ થાય અને મંદિરમાં સેવાનાં પરચુરણ કામ કરે. લોકો દહનબલિ માટે અને અન્ય બલિ માટે જે પશુઓ લાવે તેને તેઓ કાપે અને લોકોની સેવા બજાવવા ફરજ પર ઊભા રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ તેઓ મંદિરના દરવાજાઓ આગળ દેખરેખ રાખે, ને મારા પવિત્રસ્થાનમાં સેવકો થાય, ને મંદિરમાં સેવાનું કામ કરે. તેઓ લોકોને માટે દહનિયાર્પણ તથા બલિદાન કાપે, ને તેમની સેવા બજાવવાને તેઓ તેમની આગળ ખડા રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો પણ તેઓ દરવાજાઓની ચોકી કરી શકે અને મંદિરના પરચુરણ કામો કરે. તેઓ દહનાર્પણ માટે લાવવા પ્રાણીઓનો વધ કરી શકે અને લોકોની સહાય કરવા હાજરી આપી શકે.