Ezekiel 44:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ જ્યારે સભાસ્થાનના અંદરના આંગણામાં પ્રવેશ કરે ત્યારે માત્ર શણનાં વસ્ત્રો પહેરે. સભાસ્થાનના અંદરના આંગણામાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનનાં વસ્ત્રો પહેરે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અંદરના ચોકના દરવાજામાં પ્રવેશ કર્યા પછી તેમણે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરવાં. તેઓ અંદરના ચોકમાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનનાં વસ્ત્રો પહેરે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ શણનાં વસ્ત્ર પહેરિને અંદરના ચોકના દરવાજાઓમાં થઈને અંદર પ્રવેશ કરે. અને અંદરના ચોકના દરવાજાઓમાં તથા અંદર સેવા કરતી વખતે તેમના અંગ પર બિલકુલ ઊનના વસ્ત્ર ન હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેઓ જ્યારે મંદિરના અંદરના ચોકમાં પ્રવેશે ત્યારે માત્ર શણનાં વસ્ત્રો જ ધારણ કરે. મંદિરના અંદરના ચોકમાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનના વસ્ત્રો પહેરે નહિ.