Ezekiel 44:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેઓ બહારનાં આંગણામાં, એટલે બહારના આંગણામાં લોકો પાસે જાય, ત્યારે તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીમાં મૂકે. જેથી તેઓનાં પોતાનાં ખાસ વસ્ત્રોથી લોકો પવિત્ર થઈ જાય નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ નીકળીને બહારના આંગણામાં એટલે બહારના આંગણામાં લોકોની પાસે જતાં સમયે, તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકીને બીજાં વસ્ત્રો પહેરે, જેથી તેઓના વસ્ત્રોથી લોકો પાવન થઈ ન જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રી ઉપાસના પૂરી કરીને તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય ત્યારે તેમણે ઉપાસના કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઊતારીને તેમને માટે ઠરાવેલી ઓરડીમાં મૂકી દેવા અને બીજા વસ્ત્રો પહેરવાં, જેથી એમનાં પવિત્ર વસ્ત્રો દ્વારા લોકોમાં પવિત્રતા ફેલાય નહિ.