Ezekiel 44:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મને કહ્યું, "આ દરવાજો બંધ રહે; તે ઉઘાડવો નહિ. કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કારણ, કે ઇઝરાયલના ઈશ્વર તેમાં થઈને અંદર આવ્યા હતા તેથી તે બંધ રાખવામાં આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મને કહ્યું: “આ દરવાજો બંધ રહેશે. એને કદી ઉઘાડવામાં ન આવે. કોઈ માણસે તેમાં થઈને મંદિરમાં પ્રવેશ કરવો નહિ. કારણ, મેં, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે તેમાં થઈને મંદિરમાં પ્રવેશ કર્યો છે. એ માટે તેને બંધ જ રાખવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ મને કહ્યું, “આ દરવાજો બંધ રહે, તે ઉઘાડવામાં ન આવે, કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાએ તેમાં થઈને પ્રવેશ કર્યો છે; એ માટે તે બંધ રાખવામાં આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મને કહ્યું, “આ દરવાજો બંધ રાખવામાં આવશે. એને કદી ઉઘાડવો નહિ. કોઇ માણસે એમાં થઇને દાખલ ન થવું, કારણ, ઇસ્રાએલના દેવ યહોવા એમાં થઇને દાખલ થયેલા છે, એને બંધ જ રાખવો.