Ezekiel 44:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ માણસના મૃતદેહની પાસે જઈને પોતાને અશુદ્ધ કરે નહિ, તેમ જ તેઓના પિતા, માતા, દીકરા, દીકરી, ભાઈ કે બહેન પણ તે માણસ સાથે સૂઈ ગયા ના હોય, નહિ તો તેઓ અશુદ્ધ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેમણે શબને સ્પર્શ કરીને પોતાની જાતને અશુદ્ધ બનાવવી નહિ. પરંતુ યજ્ઞકારના પિતા, માતા, પુત્ર, પુત્રી, ભાઈ કે અવિવાહિત બહેનનું શબ હોય તો તે તેનો સ્પર્શ કરી શકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ કોઈ પણ મુડદાની નજીક જઈને પોતાને ન અભડાવે, પણ પિતા, માતા, પુત્ર, પુત્રી, ભાઈ કે પતિ વગરની બહેનને માટે અભડાવાની તેઓને છૂટ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકો પોતાના પિતા, માતા, બાળક, ભાઇ અથવા કુંવારી બહેનના અપવાદ સિવાય બીજી કોઇ પણ વ્યકિતના મૃતદેહ પાસે જાય નહિ અને પોતાને અશુદ્ધ કરે નહિ.