Ezekiel 44:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યહોવાહે મને કહ્યું, "હે મનુષ્ય પુત્ર, હું તને યહોવાહના સભાસ્થાનના નિયમો તથા સર્વ વિધિઓ વિષે કહું તે બધું બરાબર ધ્યાનમાં લે. તારી નજરથી જો, તારા કાનોથી સાંભળ. ઘરમાં પ્રવેશ કરવાના તથા પવિત્રસ્થાનના બહાર નીકળવાના દરેક માર્ગ પર પણ ખાસ ધ્યાન આપ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું જે કંઈ જુએ અને સાંભળે તે પ્રત્યે લક્ષ આપ. હું તને મંદિરના નિયમો અને ધર્મવિધિઓ જણાવું છું. કઈ કઈ વ્યક્તિઓ મંદિરમાં આવજા કરી શકે અને કઈ કઈ વ્યક્તિઓ માટે મંદિરમાં આવજા કરવાની મનાઈ છે તે અંગે તું બરાબર ધ્યાન આપ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તેને યહોવાન મંદિરના સર્વ વિધિઓ વિષે તથા સર્વ નિયમો વિષે જે કહું તે સર્વ બરાબર ધ્યાનમાં લે, ને નજરોનજર જો, ને કાનોકાન સાંભળ; અને મંદિરમાં પ્રવેશ કરવાનો તથા પવિત્રસ્થાનમાંથી બહાર નીકળવાની દરેક માર્ગે બરાબર ધ્યાનમાં રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું જે કઇં જુએ, ને સાંભળે છે ત્યાં ધ્યાન કેન્દ્રીત કર હું તને યહોવાના મંદિરના નિયમો અને ધારાધોરણો કહું છું. મંદિરના પ્રવેશદ્વાર અને પવિત્રસ્થાનના બધા બહાર નીકળવાના સ્થાન પર ખાસ ધ્યાન આપ.