Ezekiel 45:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે તમે ચિઠ્ઠી નાખીને ઇઝરાયલ દેશની ભૂમિનું વિભિન્‍ન કુળો વચ્ચે વિતરણ કરો ત્યારે ભૂમિનો એક ભાગ પ્રભુને માટે અલગ કરવો. પ્રભુને અર્પિત ભૂમિની લંબાઈ સાડા બાર કિલોમીટર અને પહોળાઈ પાંચ કિલોમીટર રાખવી. આ સમગ્ર ભૂમિ વિસ્તાર પ્રભુને માટે પવિત્ર ગણાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, જ્યારે તમે ઈશ્વર સમક્ષ ચિઠ્ઠી નાખીને દેશનો વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાને એક અર્પણ ચઢાવવું, એટલે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો; તે ભાગ પચીસ હજાર દંડ લાંબો, ને દશ હજાર દંડ પહોળો હોય. તે તેની ચારે તરફની સીમા સુધી પવિત્ર ગણાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વંશો વચ્ચે જમીનની વહેંચણી કરો ત્યારે 25,000 હાથ લાંબી અને 25,000 હાથ પહોળી જમીન યહોવા માટે જુદી કાઢવી. એ બધી જ જમીન પવિત્ર ગણાશે.