Ezekiel 45:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો પશુઓમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યાર્પણ તરીકે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘેટાં: ઇઝરાયલનાં રસાળ ચરાણોનાં દર બસો ઘેટાંએ એક ઘેટું તમારે તમારા પાપનાં પ્રાયશ્ર્વિત માટે ધાન્યઅર્પણ, દહનબલિ અને સંગતબલિ માટેનાં પશુ લાવવાં.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલના રસાળ ગોચરણમાંનાં દર બસો ઘેટાંમાંથી એક હલવાન, લોકોને માટે પ્રાયશ્ચિત કરવા સારું ખાદ્યાર્પણને માટે, દહનિયાર્પણને માટે તથા શાંત્યર્પણોને માટે [આપવું], એમ પ્રભુ યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના સારી રીતે પાણી પાયેલા મેદાનોમાં ચારેલા ધેટામાંથી 200 ઘેટાંએ તમારે એક ઘેટું વિશેષ અર્પણ તરીકે. “ખાદ્યાર્પણ તરીકે, દહનાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે આપવું.