Ezekiel 45:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ પર્વના સાત દિવસ સરદાર યહોવાહ માટે દહનીયાપર્ણ તૈયાર કરે સાત દિવસ ખોડખાંપણ વગરના સાત બળદો તથા ખોડખાંપણ વગરના સાત ઘેટાને, પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરાને રજૂ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વના સાતેય દિવસો દરમ્યાન તેણે દહનબલિ તરીકે પ્રભુને સાત આખલાઓ અને ખોડખાંપણ વગરના સાત ઘેટા ચડાવવા. તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે પ્રતિદિન એક બકરો ચડાવવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પર્વના સાત દિવસ તે યહોવાને માટે દહનીયાર્પણ રજૂ કરે, એટલે સાત દિવસ દરરોજ ખોડખાંપણ વગરના સાત ગોધા તથા મેંઢા, ને પાપાર્થાર્પણને માટે દરરોજ એક બકરો [રજૂ કરે]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉત્સવના દિવસે તેણે ખોડખાંપણ વગરના સાત બળદો અને ખોંડખાંપણ વગરના સાત મેંઢાને દહનાપર્ણ તરીકે યહોવાને બલિ ચઢાવવા. અને તેણે પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરો હોમવો.