Ezekiel 45:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દેશનો પવિત્ર ભાગ ગણાશે. આ ભાગ તો પ્રભુના પવિત્રસ્થાનમાં જઈને તેમની સેવાભક્તિ કરનાર યજ્ઞકારો માટે અલગ કરાશે. આ જગા યજ્ઞકારોનાં નિવાસસ્થાનો અને પવિત્રસ્થાન માટે અલગ રાખવામાં આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ તો જમીનનો પવિત્ર ભાગ છે. એ તો પવિત્રસ્થાનના સેવકો, જેઓ યહોવાની સેવા કરવાને પાસે આવે છે, તે યાજકોને માટે રહે; અને એ જગા તેઓનાં ઘરોને માટે, તથા પવિત્રસ્થાનને માટે પવિત્ર જગા તરીકે રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ સમગ્ર વિસ્તાર દેશનો પવિત્ર ભાગ ગણાશે. અને યહોવાની સંમુખ રહીને પવિત્ર સ્થાનમાં જેઓ સેવા કરે છે તે યાજકોના ઘરો અને મારું પવિત્રસ્થાન બાંધવા ઉપયોગમાં લેવાશે.