Ezekiel 45:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“રાજર્ક્તા માટે પણ ભૂમિમાંથી અલગ ભાગ રાખવો. અર્પિત થયેલી પવિત્રભૂમિ અને નગરના તાબાની લગોલગ તેમની બંને તરફ પશ્ર્વિમમાં પશ્ર્વિમ સરહદ સુધી અને પૂર્વમાં પૂર્વ સરહદની વચ્ચે એમની જમીન રાખવી. ઇઝરાયલનાં કુળોની ફાળવેલ જમીનની સમાન્તર અને તેની લંબાઇના પ્રમાણમાં તેમને જમીન આપવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સરદારને માટે તો પવિત્ર અર્પણની તથા નગરના તાબાની [જમીનની] આ બાજુએ તથા પેલી બાજુએ, પવિત્ર અર્પણની આગળ તથા નગરના તાંબાની [જમીનની] આગળ, પશ્ચિમ દિશાએ પશ્ચિમ તરફ, ને પૂર્વ દિશાએ પૂર્વ તરફ [જમીન] હોય, અને લંબાઈમાં [કુળોના] ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમાથી તે પુર્વ તરફની સીમા સુધી, હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજકુમાર માટે પણ જમીન અલગ રાખવામાં આવશે. રાજકુમારની મિલકત પવિત્ર વિસ્તારની બન્ને બાજુએ હશે. અને નગરની મિલકત પૂર્વતરફ અને પશ્ચિમ તરફ હશે. દરેક બાજુની લંબાઇ બીજાં કુળોને આપવામાં આવેલી જમીન જેટલી જ હશે.