Ezekiel 45:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ આમ કહે છે: 'હે ઇઝરાયલના સરદારો, ' આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇન્સાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.' આમ પ્રભુ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ઇઝરાયલના રાજર્ક્તાઓ, આટલેથી બસ કરો; તમારી હિંસા અને અત્યાચાર અટકાવી દો. અદલ અને પ્રામાણિક વ્યવહાર કરો. તમે મારા લોકોને તેમની ભૂમિમાંથી કદી હાંકી કાઢતા નહિ.” પ્રભુ પરમેશ્વર પોતે તમને એ પ્રમાણે કહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલના સરદારો, એટલેથી બસ કરો, જોરજુલમ ને લૂંટ બંધ કરો, ન્યાય તથા ઇનસાફ કરો. મારા લોકો ઉપરથી તમારો બલાત્કાર દૂર કરો, એમ પ્રભુ યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા માલિક કહે છે: “હે ઇસ્રાએલના સરદારો, મારા લોકોને તેઓના પોતાના દેશમાં લૂંટવાનું અને છેતરવાનું તથા તેઓને દેશમાંથી હાંકી કાઢવાનું બંધ કરો. પણ હંમેશા, નીતિમત્તાને માર્ગે અને ન્યાયના માર્ગે ચાલો અને પ્રામાણિક બનો,” એમ યહોવા મારા માલિક કહે છે.