Ezekiel 46:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં ખાદ્યાર્પણ તરીકે બળદ માટે એક એફાહ અને દરેક ઘેટા માટે એક એફાહ તથા હલવાન માટે તેની શક્તિ પ્રમાણે ચઢાવવું. દર એફાહ દીઠ એક હીન તેલ હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉજાણીઓમાં અને નિયત પર્વોમાં પ્રત્યેક આખલા કે ઘેટા દીઠ એક એફાહ એટલે સાડા સત્તર કિલો ધાન્ય અર્પણ ચડાવવો અને હલવાનોની સાથે યથાશક્તિ અર્પણ કરવું. આવા પ્રત્યેક એફાહના ધાન્યઅર્પણ સાથે એક હીન એટલે ત્રણ લિટર ઓલિવતેલ પણ ચડાવવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉજાણીઓમાં તથા ઠરાવેલાં પર્વોમાં ખાદ્યાર્પણ દર ગોધા દીઠ એક એફાહ, તથા દર મેંઢા દીઠ એક એફાહ, તથા હલવાનો સાથે તેની શક્તિ પ્રમાણે, તથા દર એફાહ દીઠ એક હીન તેલ, એટલું હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં દરેક બળદ કે મેંઢા દીઠ ખાદ્યાર્પણ તરીકે સત્તર કિલો અનાજ અને દરેક ઘેટા દીઠ યથાશકિત અર્પણ ચઢાવવું, એ ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ સાથે ત્રણ લીટર તેલ અર્પણ કરવું.