Ezekiel 46:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“રાજર્ક્તા પ્રભુને દહનબલિ અથવા સંગતબલિ ચડાવવાની ઇચ્છા રાખે ત્યારે તેને માટે અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો ઉઘાડવો. જેમ તે સાબ્બાથદિને બલિ ચડાવે છે તેમ જ તેણે દહનબલિ તથા સંગતબલિ ચડાવવા. તે દરવાજામાંથી બહાર નીકળે પછી દરવાજો પાછો બંધ કરવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સરદાર ઐચ્છિકાર્પણ એટલે યહોવાને માટે ઐચ્છિકાર્પણ તરીકે, દહનીયાર્પણ અથવા શાંત્યર્પણ રજૂ કરે, ત્યારે પૂર્વ તરફના મોંવાળો દરવાજો એક જણ તેને માટે ઉઘાડે, ને તે સાબ્બાથને દિવસે રજૂ કરે છે તેમ, પોતાનું દહનીયાર્પણ તથા પોતાનાં શાંત્યર્પણો રજૂ કરે. પછી તે બહાર નીકળે; અને તેના બહાર નીકળ્યા પછી એક જણ તે દરવાજો બંધ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“રાજકુમાર ઐચ્છિકાર્પણ તરીકે કે દહનાર્પણ કે શાંત્યર્પણ ચઢાવવા ઇચ્છતો હોય ત્યારે તેને માટે અંદરના ઓસરીનો પૂર્વનો દરવાજો ખોલવો, તેણે એ બલિદાન અર્પણ કરવું અને તેના બહાર ગયા પછી દરવાજો પાછો બંધ કરી દેવો.