Ezekiel 46:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને રોજ સવારે ખાદ્યાર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ અને મેદાને મોવણ માટે એક હીન તેલનો ત્રીજો ભાગ, કાયમનાં વિધિ પ્રમાણે યહોવાહને સારુ ખાદ્યાર્પણ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સાથે દર સવારે ધાન્યઅર્પણ પણ ચડાવવું. એફાહનો છઠ્ઠો ભાગ એટલે બે કિલો લોટ અને તેની સાથે લોટ મોહવા માટે હીનનો ત્રીજો ભાગ એટલે એક લિટર ઓલિવતેલ ચડાવવાં. પ્રભુને ધાન્યઅર્પણ ચડાવવા માટે આ નિત્યનો નિયમ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારે દર સવારે તેની સાથે નીચે પ્રમાણે ખાદ્યાર્પણ રજૂ કરવું; એટલે એક એફાહનો છઠ્ઠો ભાગ, ને મેંદાને મોણ દેવાને એક હીન તેલનો ત્રીજો ભાગ. એ કાયમ વિધિ પ્રમાણે યહોવાને માટે હંમેશનું ખાદ્યાર્પણ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એની સાથે દરરોજ સવારે ત્રણ કિલો જેટલો લોટ અને તેને મોહવા માટે એક લિટર જેટલું તેલ ચઢાવવું. આ ખાદ્યાર્પણ યહોવાને ચઢાવવું એ કાયમનો નિયમ છે.