Ezekiel 46:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ એમ કહે છે, 'જો કોઈ સરદાર પોતાના દીકરાને કંઈ ભેટ આપે, તો તે તેનો વારસો છે. તે તેના દીકરાની સંપત્તિ થાય, તે તેનો વારસો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર કહે છે: “જો રાજર્ક્તા પોતાની માલિકીની જમીનમાંથી થોડો ભાગ પોતાના કોઈ પુત્રને બક્ષિસ તરીકે આપે, તો તે જમીન તે પુત્રની વારસાગત સંપત્તિ થાય. એ પુત્ર તે જમીનનો માલિક થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે, “જો સરદાર પોતાના કોઈ પણ પુત્રને બક્ષિસ આપે, તો તે તેનો વારસો છે, [માટે] તેના પુત્રો તેના માલિક થાય; એ વારસાની રૂએ તેમનું વતન છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ યહોવા મારા માલિકના વચન છે, “જો કોઇ રાજકુમાર પોતાના પુત્રને કઇં ઉપહાર આપે, તો તેના પુત્રની માલિકી ગણાય કારણ કે તે મિલકત કુટુંબની વારસાગત મિલકતનો ભાગ હશે.