Ezekiel 46:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને ભેટ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે ચાકરની માલિકીમાં રહે, પછી તે સરદારની પાસે પાછી આવે. તેનો વારસો તેના દીકરાઓને માટે જ રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ જો રાજર્ક્તા પોતાની જમીનમાંથી અમુક ભાગ પોતાના કોઈ ચાકરને આપે તો ઋણમુક્તિના વર્ષ સુધી જ એ જમીન તે ચાકરની માલિકીની ગણાય. એ પછી તે રાજર્ક્તાની મિલક્ત બને. માત્ર રાજર્ક્તાને અને તેના પુત્રોને જમીનની મિલક્ત પર કાયમી હક રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને બક્ષિસ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે તેની માલીકીમાં રહે. ત્યાર પછી તે સરદારની પાસે પાછી આવે; પણ તેનો વારસો તો તેના પુત્રોને માટે જ રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જો રાજકુમાર એવો ઉપહાર પોતાના કોઇ સેવકને આપે તો તેની માલિકી તે સેવક પાસે ઋણમુકિતના વર્ષ સુધી રહે. અને ત્યાર બાદ તે પાછી રાજા પાસે જાય. એ તેના પુત્રોની મિલકત ગણાય અને તેની માલિકી તેઓની ગણાય.