Ezekiel 46:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યાર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજર્ક્તાઓએ બહારના ચોકમાંથી ઓસરીમાં થઈને અંદર દાખલ થવું ને અંદરના દરવાજાની બારસાખ પાસે ઊભા રહેવું. તે દરમ્યાન યજ્ઞકારો રાજર્ક્તાના દહનબલિ અને સંગતબલિ ચડાવે. ત્યાં દરવાજાના ઉંબરા પાસે જ આરાધના કરી રાજર્ક્તાએ પાછા બહાર નીકળી જવું, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સરદાર બહારના દરવાજાની પરસાળને માર્ગે અંદર દાખલ થઈને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, ને યાજકો તેનું દહનીયાર્પણ તથા તેના શાંત્યાર્પણો તૈયાર કરે, ને તે દરવાજાના ઉંબરા આગળલ ઊભો રહીને ભજન કરે. પછી તે બહાર નીકળી જાય; પણ દરવાજાને સાંજ સુધી બંધ ન કરવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.