Ezekiel 46:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ પર્વોના દિવસે જ્યારે લોકો યહોવાહની આગળ આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી ભજન કરવા પ્રવેશ કરે તે દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણના દરવાજેથી પ્રવેશ કરે તેઓ ઉત્તરના દરવાજેથી બહાર જાય, તે જે રસ્તેથી આવ્યો હોય તે રસ્તે પાછો ન જાય, પણ તે સીધો ચાલ્યો જઈને બહાર નીકળે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે ઇઝરાયલના લોકો નિર્ધારિત પર્વો પર પ્રભુની આરાધના માટે આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી પ્રવેશે તેઓ સેવાભક્તિ કર્યા પછી દક્ષિણને દરવાજેથી બહાર નીકળે, અને જેઓ દક્ષિણને દરવાજેથી પ્રવેશે તેઓ ઉત્તરને દરવાજેથી બહાર નીકળે. પ્રત્યેક માણસ જે રસ્તેથી અંદર દાખલ થયો હોય તે રસ્તે પાછો ન જાય, પણ સામેને દરવાજેથી બહાર જાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જ્યારે દેશના લોકો ઠરાવેલા પર્વોમાં યહોવાની સમક્ષ આવે ત્યારે જે પુરુષ ભજન કરવાને ઉત્તર તરફના દરવાજાને માર્ગે અંદર પેસે તે દક્ષિણ તરફના દરવાજાને માર્ગે બહાર નીકળે. જે દરવાજાને માર્ગે તે અંદર ગયો હોય તેમાં થઈને તે પાછો ન આવે, પણ સીધો આગળ ચાલ્યો જઈને બહાર નીકળે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ ઉત્સવને દિવસે જ્યારે લોકો યહોવાની ઉપાસના કરવા આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી દાખલ થાય તેઓ ભજન પછી દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણને દરવાજેથી દાખલ થાય તેઓ ઉત્તરના દરવાજેથી, તેઓ જે રસ્તે આવ્યા હોય તે રસ્તે પાછા ન જાય, તેઓએ સામેના દરવાજેથી જવું.