Ezekiel 47:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એવું થશે કે પાણી પાસે માછીમારો ઊભા રહેશે, એન-ગેદીથી એન-એગ્લાઈમ સુધી જાળો પાથરવાની જગા થશે. ત્યાં મહાસમુદ્રની માછલીઓની જેમ તેમાં વિવિધ પ્રકારની માછલીઓ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એનગેદીના જલસ્રોતથી માંડી એન-એગ્લાઇમના જલસ્રોત સુધી સમગ્ર સમુદ્રકાંઠા ઉપર માછીમારો હશે અને ત્યાં તેઓ પોતાની જાળો સૂકવશે. ભૂમધ્ય સમુદ્રનાં માછલાંની જેમ ત્યાં પણ અનેક પ્રકારનાં માછલાં થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેને તીરે માછીઓ ઊભા રહેશે. એન-ગેદીથી તે એન-એગ્લાઈમ સુધી તો જાળો પાથરવાની જગા થશે. અને મહા સમુદ્રનાં માછલાંની જેમ તેમાં જાતજાતનાં પુષ્કળ માછલાં થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે.