Ezekiel 47:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૂર્વબાજુ, હૌરાન, દમસ્કસ, ગિલ્યાદ તથા ઇઝરાયલના પ્રદેશ વચ્ચે યર્દન નદી આવે છે. આ સરહદ છેક તામાર સુધી જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પૂર્વીય સીમા દમાસ્ક્સ અને હૌરાનના પ્રદેશની વચ્ચે થઈને દક્ષિણ તરફ જાય છે. યર્દન નદી તેની પૂર્વે આવેલ ઇઝરાયલના અને પશ્ર્વિમે આવેલ ગિલ્યાદના પ્રદેશ વચ્ચેની સરહદ બને છે. એ સરહદ છેક તામાર સુધી વિસ્તરે છે. આ પૂર્વ સીમા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૂર્વ બાજુએ, હૌરાન, દમસ્કસ તથા ગિલ્યાદની અને ઇઝરાયલના દેશની વચમાં યર્દન આવે. ઉત્તર સરહદથી તે પૂર્વમાંના સમુદ્ર સુધી તમારે માપણી કરવી. એ પૂર્વ બાજુ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પૂર્વની સરહદ, દમસ્ક અને હૌરાનના પ્રદેશમાંથી પસાર થઇને દક્ષિણમાં જાય છે, અને યર્દન નદીની પૂવેર્ આવેલાં ઇસ્રાએલના અને ગિલયાદના પ્રદેશ વચ્ચે જાય છે. આ પૂર્વ સરહદ છે.