Ezekiel 47:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દક્ષિણ બાજુ, દક્ષિણ તામારથી મરીબોથ-કાદેશના પાણી સુધી, મિસરનાં ઝરણાંથી મહા સમુદ્ર સુધી હોય, આ દક્ષિણ તરફની સરહદ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“દક્ષિણની સીમાનો તામારથી આરંભ થાય છે. તે તામારથી દક્ષિણમાં કાદેશનાં રણદ્વીપ પાસે થઈને ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. એ દક્ષિણની સીમા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દક્ષિણ તરફ [ની સરહદ] તામારથી માંડીને મરીબોથ-કાદેશના પાણી સુધી, [ને ત્યાંથી મિસરના] વહેળા સુધી, મહા સમુદ્ર સુધી હોય. એ દક્ષિણ બાજુ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે.