Ezekiel 47:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા પોતાના માટે તથા તમારી મધ્યે વસતા પરદેશીઓ, જેઓને તમારા દેશમાં સંતાન થશે અને જેઓ તારી સાથે છે, એટલે ઇઝરાયલ દેશના મૂળ વતનીઓ જેવા, તેઓને માટે આ દેશ વારસા તરીકે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે ઇઝરાયલનાં કુળો મધ્યે વારસા માટે ચિઠ્ઠીઓ નાખવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ તમારી કાયમી સંપત્તિ થશે. તમે જમીનની વહેંચણી કરો ત્યારે તમારી મધ્યે વસતા પરદેશીઓ અને તેમને અહીં જે બાળકો થયાં છે તેમને પણ તમારે જમીનની વહેંચણીમાં ભાગ આપવો. તેમને પણ જાતભાઈઓ એટલે ઇઝરાયલીઓ જેવા ગણવા અને તેમને પણ ઇઝરાયલનાં કુળોની સાથે ચિઠ્ઠીઓ નાખી જમીનની વહેંચણી કરવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તમારે પોતાને માટે તથા તમારામાં આવી રહેનારા પરદેશીઓ કે જેઓને તમારા દેશમાં સંતાન થશે તેઓને માટે વારસા તરીકે તમારે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે તેઓને ઇઝરાયલમાંના તમારા દેશી ભાઈઓ જેવા ગણવા. તેઓને ઇઝરાયલનાં કુળોની સાથે તમારી બરાબર વારસો મળે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા પોતાના માટે અને તમારી મધ્યે પોતાના કુટુંબો સાથે વસતા પરદેશીઓ માટે આ દેશને વતન તરીકે વહેંચી આપવો. આ દેશમાં જન્મેલા વિદેશી માતાપિતાના બાળકો પણ દેશના વતની કહેવાશે. તમારા બાળકોની જેમજ તેઓને એક સરખા અધિકારો મળશે.